Monday, 17 October 2016

How to made Millionaire..

આપણે બધા નોકરીને ટાટા બાય બાય કરીને જલદીથી કરોડપતિ થવાના સપના જોઇએ છીએ. કેટલાક લોકો કરોડપતિ થવા માટે જ્યોતિષના સહારે જાય છે. 

આ બધુ કરવાની જરૂર નથી. હા, તમે સપના જરૂર જોઇ શકો છો અને તેને પૂર્ણ પણ કરી શકો છો. પરંતુ તેના માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. કેટલીક ખાસ ચીજોને ધ્યાનમાં રાખશો તો તમને કરોડપતિ બનતાં કોઇ નહીં રોકી શકે.સામાન્ય લોકોની સાથે ઊઠક-બેઠકથી આપના બેન્ક એકાઉન્ટમાં કોઇ ફરક નહીં પડે. 

જો આપ અમીર બનવા માંગો છો તો પોતાના ફિલ્ડના એક્સપર્ટ્સ સાથે મળવાનું શરૂ કરો. તેઓ અંગે જાણો કે કેવી રીતે પોતાની લાઇફમાં તેઓ બધી ચીજોને સારી રીતે મેનેજ કરીને ચાલે છે.

100નો નિયમ.
બિઝનેસમાં એક પ્રચલિત ટર્મ છે રૂલ ઓફ 100 જે દરેક જગ્યાએ કામ કરે છે. જો આપ 100 વર્કઆઉટ્સ એક વર્ષમાં કરશો તો આર્નોલ્ડ કે સ્ટેલોન કે સલમાન જેવા દેખાવા લાગશો, પરંતુ જો આપ 100 આર્ટિકલ એક વર્ષમાં લખશો તો ફેમસ થઇ જશો. અમીર બનવા માટે તમારે તમારી સ્કીલ પર આ રૂલ લગાવવો પડશે.

લોકોને મળવાની અસર
એક કરોડ કમાવવા માટે તમારે એક કરોડ લોકોની પણ મદદ કરવી પડશે. જેટલી વધુ તમે તમારી અસર છોડશો તેટલી જલદી આપ અમીર થશો. દરરોજ એવરેજ 27 લોકોને મળો અને ઇચ્છો તો આ નંબરને વધારી શકો છો. આપ આપની સર્વિસ કે પ્રોડક્ટની જેટલી ઓછી કિંમત રાખશો તેટલા વધુ લોકો પર પોતાની અસર છોડી શકશો.

કામની વહેંચણી
આપને લાગતું હશે કે આપ વ્યસ્ત છો તો સમયનો સદુપયોગ કરતા રહો. પરંતુ શકય છે કે ઘણીવાર આપ આપનો સમય બર્બાદ કરી રહ્યા હોવ છો. જો એક ડોક્ટર પોતાના ક્લિનિકમાં પ્રિસ્ક્રિપ્શનમાં જાતે લખવા લાગી જાય તો તે સમય બર્બાદ કરી રહ્યો છે કારણ કે કોઇ ઇન્ટર્નને રાખીને તે એક કલાક બચાવી અને દર્દીને ચેક કરી શકે છે.

પોતાની માર્કેટ વેલ્યૂ નક્કી કરો
આપણા બધાની માર્કેટ વેલ્યૂ હોય છે. જેમ કે ડુંગળી કે શાકભાજીની કિંમત વધતી કે ઘટતી રહે છે. તેવી જ રીતે અમારી વેલ્યૂ પણ ઓછી કે વધુ રહે છે. 
આપના કોમ્પિટિટર કેટલું કમાઇ રહ્યા છે. તમારે પણ પોતાની જાતને ત્યાં સુધી પહોંચાડવાની છે અને પછી તેમનાથી આગળ વધવાનું છે. એટલે કે તમારે જેટલું કમાવાનું છે તે નક્કી કરવા માટે આ શાનદાર આઇડિયા છે.

ઉંમરનો સુવર્ણ તબક્કો
કરોડપતિ બનવાનું સપનું જોવા અને તેના માટે મહેનત કરવાની ઉંમર 25 થી 35 સુધી યોગ્ય છે. ત્યાર બાદ આપની જવાબદારીઓ વધી જાય છે. અને રિસ્ક nલેવાનું આપના માટે સરળ નથી રહેતું. તમારે આવતા પાંચ વર્ષોનું પ્લાનિંગ કરીને ચાલવું જોઇએ.

ખર્ચ પર રોક નહીં, કમાણી વધારો
ઘણાં લોકો આપને કહેશે કે રૂપિયા બર્બાદ ન કરો, પાર્ટી ન કરો, અહીં ખર્ચ ન કરો પણ ત્યાં કરો. આ વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી. ક્યાં તો રૂપિયા ઇન્વેસ્ટ કરો કે ખર્ચ કરો. રૂપિયા આમ પણ વધુ દિવસો સુધી આપની પાસે બચત તરીકે નહીં રહે. જેથી ખર્ચથી બચવા માટે કમાણી વધારતા રહો.

અંદરની આગને હવા આપો.
તમારે વર્કિંગ ક્લાસ માઇન્ડ સેટને બદલવું પડશે. દર વર્ષે એક કે બે લાખ રૂપિયાનું ઇન્ક્રિમેન્ટ આપને કરોડપતિ નહીં બનાવી શકે. દર વર્ષે આપની ઇન્કમ બેગણી કે તેથી વધુ કરવાનું લક્ષ્ય બનાવો. આપની અંદર આગ હોવી જોઇએ આ લક્ષ્યોને પૂરા કરવાની.

કામ, કામ અને કામ
માત્ર દરમહિને મળનારી સેલેરી પર નિર્ભર ન રહો. દર મહિને અલગ અલગ રીતે વધારાના નાણાં કમાવવાની કોશિશ કરો. મહેનત કરો જે પોતાની દિનચર્યામાં યોગ્ય રીતે બેસે. પાર્ટ ટાઇમ જોબ કરી શકો છો.

વર્ક નહીં સ્માર્ટ વર્ક
હવે આપને અમીર બનવાના રહસ્યો અંગે ખબર પડી ગઇ હશે. હવે જરૂરીયાત છે તેને અપનાવવાની અને પોતાના બધા સપના પૂરા કરવાની. મહેનત કરતા રહો પરંતુ મગજ લગાવીને. સેલેરી કામ કરવાથી મળે છે પરંતુ કરોડપતિ બનવા લાયક રૂપિયા સ્માર્ટ વર્કથી આવે છે.

How to create GIF image.

How to create GIF image.


Subscribe this channel.

Monday, 10 October 2016

Saturday, 8 October 2016

The Power of Gujarati...

US : 1600 કરોડના ગુજરાતી પટેલ માલિકે ખરીદી 500 કરોડની Five Star Hotel..


અમેરિકા: 
ગુજરાતી ડૉ. કિરણ પટેલે ફ્લોરિડાના સારાસોટા ખાતે 294 રૂમ્સ ધરાવતી હોટેલ હયાત રિજન્સીને 500 કરોડમાં ખરીદી છે.  ફ્લોરિડાના ટેમ્પા શહેરમાં રહેતા ગુજરાતી ડૉ. કિરણ પટેલના નેતૃત્વ હેઠળ ગ્રુપે 386 કરોડમાં ડીલ ફિક્સ કરી છે. જેમાં ફર્નિચર, ઈક્વિપમેન્ટ સહિતની વસ્તુઓની રકમ એડ કરવામાં આવે તો ખરીદીની કુલ રકમ રૂપિયા 500 કરોડ થવા પામે છે. મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફડિયા ગામના વતની ડૉ. પટેલની આ ડીલને ગલ્ફ કોસ્ટની સૌથી મોટી ડીલ ગણવામાં આવે છે. નોંધનીય છે કે ફ્લોરિડામાં ડો. કિરણ પટેલ અને પત્ની ડો. પલ્લવી પટેલ 'પાવર કપલ' તરીકે ઓળખાય છે. ડો. પટેલે એક સમયે નુકસાની કરતાં બિઝનેસને આજે રૂપિયા 6600 કરોડ સુધી પહોંચાડ્યો છે.

પહેલા કોણ હતા આ હોટલના માલિક?
આ પહેલાં 2007થી આ હોટલનું માલિક બ્લેકસ્ટોન ગ્રુપ હતું. જેણે 433 કરોડ રૂ.માં આ હોટેલને હસ્તગત કરી હતી. આ હોટેલને રેસિડેન્સીમાં કન્વર્ટ કરવા માટે વધુ 147 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. 

હોટલને લઈને શું છે આશા?
કમર્શિયલ બ્રોકરેજ કંપની કુલિયર્સ ઇન્ટરનેશનલ ટામ્પા બેના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ કેન્ટ શ્વાર્ટઝે કહે છે કે, 'ગલ્ફ કોસ્ટમાં હોટલનું માર્કેટ મજબૂત છે, સારાસોટામાં આગામી વર્ષે ઘણી હોટલો ખુલશે, તે નક્કી છે. આગામી દિવસોમાં ગળાકાપ સ્પર્ધા હશે અને શહેરમાં હયાત નવીન પ્રોપર્ટી નથી. આ એક અદભૂત સ્થળ છે. જોકે, બોલરૂમ અને બેઠકના કારણે સેલિબ્રેશન માટે આ ઉત્તમ સ્થળ છે. 


This all data contain gather from Divyabhaskar.comTuesday, 4 October 2016

Earn, 16 Crore per Year from Youtube... HOW ??

Youtube પર કોમેડી વિડીયો પોસ્ટ કરીને આ ઈન્ડિયન કમાય છે 16 કરોડ રૂપિયા... 


નવી દિલ્હીઃ યુટયુબની સૌથી વધુ જોવામાં આવતી 5 ચેનલોમાંથી એક સુપરવુમન લિલી સિંહની છે. વર્ષ 2015માં આ ચેનલે 16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કેનાડામાં રહેનારી લિલી સિંહનો પરિવાર મૂળ પંજાબનો છે.

આજે લિલી સિંહની ચેનલને 9 કરોડથી પણ વધુ લોકો એ સબ્સક્રાઈબ કરી છે. તેને દોઠ અબજથી પણ વધુ લોકો જોવે છે. પોતાના વિડયોઝમાં લિલી લોકોને હંસાવવા માટે કોમેડી કરે છે, જોકે એક દિવસ એવો પણ હતો કે, જયાં તે પોતે ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ હતી.

સાઈકોલોજી છોડી યુટયુબને બનાવ્યું કેરિયર.
- વર્ષ 2010માં જયારે લિલિ સિંહએ સાઈકોલોજીમાં પોતાની કોલેજ ડિગ્રી મેળવી તો તેમને ખબર ન હતી કે તે આગળ શું કરવા માંગે છે. એક સારા કેરિયરની પસંદગી કરવાનું મા-બાપ કહી રહ્યાં હોવાથી તે ડિપ્રેશનમાં પહોંચી ગઈ હતી.

- લગભગ એક વર્ષ સુધી ઘરે બેઠા બાદ લિલી એ યુટયુબને જ કેરિયર બનવવાનો નિર્ણય કર્યો અને યુટયુબ પર સુપરવુમન ચેનલ બનાવી.
- લિલી એ સૌથી પહેલો વિડિયો પાધડી કઈ રીતે બાંધવામાં આવે છે તેની પર બનાવ્યો, આ વિડિયોને માત્ર 70 લોકો એ જ જોયો હતો. જોકે આમ છતા તેણે ધેર્ય ગુમાવ્યું ન હતું અને તે વિડિયો પોસ્ટ કરતી રહી હતી.

માધુરી દિક્ષિત પણ કરી ચૂકી છે સુપરવુમેન ની સાથે પરફોર્મ.
સુપરવુમેનની કાબિલિયત તેનાથી ખબર પડે છે કે હોલિવુડથી લઈને બોલિવુડ ઘણા સ્ટાર છે, જે તેમના પ્રશંસક છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ એકટર ડવેન જોન્સન, સેલેના ગોમેજ પણ લીલી સિંહની સાથે જોવા મળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની પણ લિલીની ચેનલ પર તેની સાથે જોવા મળે છે. વરૂણ ધવન અને અન્ય ઘણા બોલિવુડ સ્ટાર પણ લિલીના ફેન છે.

આ રીતે કમાણી કરે છે લિલી સિંહ... 

લિલી સિંહ એ શરૂઆતમાં તમામ યુટયુબની જેમ એડસેન્સ અને અફિલિએટ માર્કેટિંગ દ્વારા કમાણી કરી, જોકે તે સંપૂર્ણ રીતે એક સેલિબ્રિટી બની ચૂકી છે. તેમણે તેમના ઘણા વેનચર શરૂ કર્યા છે. લિલિ સિંહ એક સારી રેપર પણ છે. સુપરવુમન અને હબલ ધ પોએટ તેમની સોથી વધુ ચાલતા સોન્ગમાંથી એક છે. તેને આઈટયુન્સ પર પણ વેચવામાં આવ્યા હતા.

લિલિ સિંહ કનાડાઈ ટીવી પ્રોગ્રામ્સમાં એપીયરન્સ પણ આપી ચૂકી છે. તે સલમાન ખાનની ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. લિલી કેનેડિયન ફિલ્મ ડો. કેબીમાં કામ કરી ચૂકી છે. સલમાન ખાન આ ફિલ્મના કો-પ્રોડયુસર છે. આ ફિલ્મ 2014માં આવી હતી. તાજેતરમાં આવેલી આઈ બેન્ડ મોમ્સમાં પણ લિલી એ એક મહત્વનો રોલ ભજવ્યો છે.

All data contain gather from Divyabhaskar.com