How to made Millionaire..

આપણે બધા નોકરીને ટાટા બાય બાય કરીને જલદીથી કરોડપતિ થવાના સપના જોઇએ છીએ. કેટલાક લોકો કરોડપતિ થવા માટે જ્યોતિષના સહારે જાય છે. 

આ બધુ કરવાની જરૂર નથી. હા, તમે સપના જરૂર જોઇ શકો છો અને તેને પૂર્ણ પણ કરી શકો છો. પરંતુ તેના માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. કેટલીક ખાસ ચીજોને ધ્યાનમાં રાખશો તો તમને કરોડપતિ બનતાં કોઇ નહીં રોકી શકે.સામાન્ય લોકોની સાથે ઊઠક-બેઠકથી આપના બેન્ક એકાઉન્ટમાં કોઇ ફરક નહીં પડે. 

જો આપ અમીર બનવા માંગો છો તો પોતાના ફિલ્ડના એક્સપર્ટ્સ સાથે મળવાનું શરૂ કરો. તેઓ અંગે જાણો કે કેવી રીતે પોતાની લાઇફમાં તેઓ બધી ચીજોને સારી રીતે મેનેજ કરીને ચાલે છે.

100નો નિયમ.
બિઝનેસમાં એક પ્રચલિત ટર્મ છે રૂલ ઓફ 100 જે દરેક જગ્યાએ કામ કરે છે. જો આપ 100 વર્કઆઉટ્સ એક વર્ષમાં કરશો તો આર્નોલ્ડ કે સ્ટેલોન કે સલમાન જેવા દેખાવા લાગશો, પરંતુ જો આપ 100 આર્ટિકલ એક વર્ષમાં લખશો તો ફેમસ થઇ જશો. અમીર બનવા માટે તમારે તમારી સ્કીલ પર આ રૂલ લગાવવો પડશે.

લોકોને મળવાની અસર
એક કરોડ કમાવવા માટે તમારે એક કરોડ લોકોની પણ મદદ કરવી પડશે. જેટલી વધુ તમે તમારી અસર છોડશો તેટલી જલદી આપ અમીર થશો. દરરોજ એવરેજ 27 લોકોને મળો અને ઇચ્છો તો આ નંબરને વધારી શકો છો. આપ આપની સર્વિસ કે પ્રોડક્ટની જેટલી ઓછી કિંમત રાખશો તેટલા વધુ લોકો પર પોતાની અસર છોડી શકશો.

કામની વહેંચણી
આપને લાગતું હશે કે આપ વ્યસ્ત છો તો સમયનો સદુપયોગ કરતા રહો. પરંતુ શકય છે કે ઘણીવાર આપ આપનો સમય બર્બાદ કરી રહ્યા હોવ છો. જો એક ડોક્ટર પોતાના ક્લિનિકમાં પ્રિસ્ક્રિપ્શનમાં જાતે લખવા લાગી જાય તો તે સમય બર્બાદ કરી રહ્યો છે કારણ કે કોઇ ઇન્ટર્નને રાખીને તે એક કલાક બચાવી અને દર્દીને ચેક કરી શકે છે.

પોતાની માર્કેટ વેલ્યૂ નક્કી કરો
આપણા બધાની માર્કેટ વેલ્યૂ હોય છે. જેમ કે ડુંગળી કે શાકભાજીની કિંમત વધતી કે ઘટતી રહે છે. તેવી જ રીતે અમારી વેલ્યૂ પણ ઓછી કે વધુ રહે છે. 
આપના કોમ્પિટિટર કેટલું કમાઇ રહ્યા છે. તમારે પણ પોતાની જાતને ત્યાં સુધી પહોંચાડવાની છે અને પછી તેમનાથી આગળ વધવાનું છે. એટલે કે તમારે જેટલું કમાવાનું છે તે નક્કી કરવા માટે આ શાનદાર આઇડિયા છે.

ઉંમરનો સુવર્ણ તબક્કો
કરોડપતિ બનવાનું સપનું જોવા અને તેના માટે મહેનત કરવાની ઉંમર 25 થી 35 સુધી યોગ્ય છે. ત્યાર બાદ આપની જવાબદારીઓ વધી જાય છે. અને રિસ્ક nલેવાનું આપના માટે સરળ નથી રહેતું. તમારે આવતા પાંચ વર્ષોનું પ્લાનિંગ કરીને ચાલવું જોઇએ.

ખર્ચ પર રોક નહીં, કમાણી વધારો
ઘણાં લોકો આપને કહેશે કે રૂપિયા બર્બાદ ન કરો, પાર્ટી ન કરો, અહીં ખર્ચ ન કરો પણ ત્યાં કરો. આ વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી. ક્યાં તો રૂપિયા ઇન્વેસ્ટ કરો કે ખર્ચ કરો. રૂપિયા આમ પણ વધુ દિવસો સુધી આપની પાસે બચત તરીકે નહીં રહે. જેથી ખર્ચથી બચવા માટે કમાણી વધારતા રહો.

અંદરની આગને હવા આપો.
તમારે વર્કિંગ ક્લાસ માઇન્ડ સેટને બદલવું પડશે. દર વર્ષે એક કે બે લાખ રૂપિયાનું ઇન્ક્રિમેન્ટ આપને કરોડપતિ નહીં બનાવી શકે. દર વર્ષે આપની ઇન્કમ બેગણી કે તેથી વધુ કરવાનું લક્ષ્ય બનાવો. આપની અંદર આગ હોવી જોઇએ આ લક્ષ્યોને પૂરા કરવાની.

કામ, કામ અને કામ
માત્ર દરમહિને મળનારી સેલેરી પર નિર્ભર ન રહો. દર મહિને અલગ અલગ રીતે વધારાના નાણાં કમાવવાની કોશિશ કરો. મહેનત કરો જે પોતાની દિનચર્યામાં યોગ્ય રીતે બેસે. પાર્ટ ટાઇમ જોબ કરી શકો છો.

વર્ક નહીં સ્માર્ટ વર્ક
હવે આપને અમીર બનવાના રહસ્યો અંગે ખબર પડી ગઇ હશે. હવે જરૂરીયાત છે તેને અપનાવવાની અને પોતાના બધા સપના પૂરા કરવાની. મહેનત કરતા રહો પરંતુ મગજ લગાવીને. સેલેરી કામ કરવાથી મળે છે પરંતુ કરોડપતિ બનવા લાયક રૂપિયા સ્માર્ટ વર્કથી આવે છે.

Comments