જાણો, ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ રદ કરવાનો નિર્ણય કેવી રીતે બન્યો.

મોદી ની બ્લેક મની પર સર્જીકલ સ્ટ્રાઈક ની વ્યૂહરચના. 

500 અને 1000ની નોટો બંધ કરવાનો નિર્ણય અચાનક લેવામાં નથી આવ્યો. તેની પ્રોસેસ ગત ગુરુવારથી શરૂ થઈ હતી અને માત્ર 6 દિવસમાં જ તેનો અમલ કરી દેવામાં આવ્યો. માત્ર નરેન્દ્ર મોદી અને અરૂણ જેટલી જ જાણતા હતા કે નોટો ક્યારે બંધ થશે. ગુરુવારે બપોરે 1 કલાકે નાણા મંત્રી જેટલીએ તમામ શહેરોના આરબીઆઈ ચીફ સાથે મીટિંગ હતી. જેમાં આ નિર્ણય લેવાયો.


નિર્ણય પહેલા મોટી સ્ક્રીન પર દર્શાવાયું પીપીટી

- નાણા મંત્રી જેટલીએ સ્વયં મોટી સ્ક્રીનમાં પીપીટી દર્શાવ્યું હતું. બપોરે 2.30થી 2.50 સુધી ફાયનાન્સ મિનિસ્ટર સાથે થયેલી મીટિંગમાં આરબીઆઈએ તમામ મેનેજરોને 20 મિનિટમાં નોટ બંધ કરવાને લઈ સલાહ-સૂચન માંગ્યા હતા.
- ઘણાએ વાંધો ઉઠાવ્યો,કહ્યું લોકો પરેશાન થશે. તેના પર એક સામૂહિક નિર્ણય લઈને આગામી ગુરુવાર સુધી 100 રૂપિયાની કરન્સી બેંકોને ડિસ્ટ્રિબ્યુટ કરવાની ના પાડી દીધી.
- આ ઉપરાંત આરબીઆઈ ચીફને આ વાત ક્યાંય ન કરવાનો કડક ઓર્ડર આપવામાં આવ્યો. મીટિંગ બાદ તમામને ચેક કરવામાં આવશે ત્યાં સુધી કહી દેવામાં આવ્યું.


2000ની નોટ પર ચિપ લાગી હોવાની હતીચર્ચા.

- 500 અને 2000 રૂપિયાની નવી નોટ 10 નવેમ્બરે ઈસ્યુ થશે. તેમાં નેનો જીપીએસ ચીપ (એનજીસી) લાગેલી હોવાની ચર્ચા હતી. જોકે, એવું શક્ય નથી.
- એવી ચર્ચા જાગી હતી કે ચીપ સિગ્નલ રિફ્લેક્ટરની જેમ કામ કરશે. સેટેલાઈટથી સિગ્નલ છોડવા પર એનજીસીથી રિફ્લેક્ટ થશે. તેનાથી નોટના લોકેશનની ખબર પડશે.
- સેટેલાઈટ સિગ્નલથી ખબર પડશે કે ક્યા ખાસ લોકેશનમાં કેટલી નોટ છે. તપાસ એજન્સીઓને આની માહિતી મળશે.
- જમીનની અંદર 120 મીટર ઊંડા ખાડામાં પણ તે સિગ્નલ પકડશે. નોટનો નાશ કર્યા વગર જીપીએસ ચીપને નીકાળવી શક્ય નહીં હોય.


ટાઈમલાઈનઃ ક્યારે શું થયું?

# શુક્વાર, સાંજે 4 વાગેઃ પીએમ મોદી અને જેટલીની મીટિંગ.

-તેમાં મોદીએ સૂચન માંગ્યા. કહ્યું કે લોકોના અભિપ્રાય બાદ નિર્ણય લેવામાં આવશે. આઈએએસ ઓફિશિયલ્સ મુજબ મોદી અને જેટલી ઉપરાંત કોઈ નહોતું જાણતું કે ક્યારે શું થશે?
- 500 અને 1000ની નોટ ક્યારથી બંધ થશે તે અંગે આરબીઆઈ ચીફને પણ જાણકારી નહોતી આપવામાં આવી.
- બેઠકમાં જેટલી અને હોમ મિનિસ્ટ્રીના 40 આઈએએસ ઓફિસર હતા. શુક્રવારે મોદીએ ફાયનાન્સ મિનિસ્ટ્રી સાથે મીટિંગ કરી. 7 મોટા કેન્દ્રીય મંત્રી સામેલ હતા. ફેંસલા પર તમામ મંત્રીઓએ સહમતિ દર્શાવી.

# શુક્વાર, સાંજે 7.30 વાગેઃ આરબીઆઈ ઓફિસરોના ઈમેલ દ્વારા મેસેજ મળ્યો
 - તેમાં લખ્યું હતું કે તમામ બેંકોમાં 500 અને 1000ની કરન્સી મોકલવામાં આવે. પરંતુ 100ની નોટોમાં 90% સુધી ઘટાડો કરી દેવામાં આવે.
- એટીએમમાં પણ 100ની નોટોમાં ઘટાડો કરી દેવામાં આવે. આ આદેશ ફાયનાન્સ મિનિસ્ટ્રીનો હતો. અંતિમ ટ્રાન્સફર શનિવાર સવારે એટીએમ મશીનોમાં થયો.

# મંગળવાર, સવારે 11.25 વાગેઃ આરબીઆઈ ઓફિસોમાં ફેક્સ
 - તેમાં કહેવામાં આવ્યું હતું કે આજે મધરાતથી સરકારના નવા નોટિફિકેશન વગર 500 અને 1000ની નોટો કોઈ પણ બેંકોમાં સ્વીકારવામાં નહીં આવે.

# મંગળવાર, સાંજે 4.55 વાગેઃ બીજો ફેક્સ આવ્યો
 - તેમાં લખવામાં આવ્યું કે પીએમ મોદીના ઓર્ડર મુજબ મંગળવારે રાતે 12 કલાક પછી 500 અને 1000ની નોટ બંધ કરી દેવામાં આવી છે.
- નવું નોટિફિકેશન બુધવારે આવી શકે છે.

# મંગળવાર, રાત્રે 8:20 વાગેઃ આરબીઆઈ ગવર્નરનો ઈ-મેલ
- ગવર્નરનો ઈ-મેલ અને ફેક્સ એક સાથે આવ્યા. જેમાં એટીએમથી કેટલી રકમ ઉપાડી શકાશે તે અંગે સરકારની પોલિસીનો ઉલ્લેખ હતો.
- તમામ બેંકો પબ્લિક માટે બંધ છે. રજા નથી. પરંતુ તેમને વધારે કામ કરવું પડી શકે છે.

# મંગળવાર, રાત્રે 9.40 વાગેઃ અંતિમ મેસેજ
-અંતિમ મેસેજ હોમ મિનિસ્ટ્રીના ઓફિસરો વતી ફ્લેશ થયો. તેમાં કહેવામાં આવ્યું હતું કે બુધવારે સવાર સુધી આરબીઆઈમાં સામાન્ય દિવસો કરતાં 10 ગણી વધારે કેશ જમા થઈ શકે છે. જેને આરબીઆઈ આગળ મોકલશે.
- આ કારણે સામાન્ય દિવસો કરતાં વધારે પોલીસ ફોર્સ આરબીઆઈની બહાર ખડકી દેવામાં આવે. તેની સાથે જે પોલીસ ટીમ રૂપિયા જમા કરાવવા માટે આરબીઆઈની કેશ ટીમ સાથે આવે છે, તેની સંખ્યામાં ઓછામાં ઓછો ત્રણ ગણો વધારો કરવામાં આવે.
All Data Contaion Gather from Divyabhaskar.com

Comments