વાણિયાઓની આ આદતો બનાવે છે તેમને સૌથી ધનિક, જાણો શું છે તેમાં ખાસ...

વાણિયાઓની આ આદતો બનાવે છે તેમને સૌથી ધનિક, જાણો શું છે તેમાં ખાસ...




વાણિયાઓને હંમેશા એક સફળ વેપારી તરીકે જોવામાં આવે છે. અને તેમાં કોઇ શંકાને સ્થાન પણ નથી કારણ કે જ્યારે તમે દેશના સૌથી ધનવાન લોકોની યાદી જુઓ છો તો તેમાં તમને વાણિયાઓની કોમ્યુનિટી જ જોવા મળશે. મુકેશ અંબાણીથી લઇને લક્ષ્મી નિવાસ મિત્તલ અનેગૌતમ અદાણી સુધીના સામેલ છે. આ સમાજના લોકોના ખાસ બિઝનેસ સીક્રેટ હોય છે જેના કારણે આજે તેઓ આખી દુનિયામાં પોતાનો બિઝનેસ ફેલાવી રહ્યા છે. વાણિયા કોમ્યુનિટીમાંથી આવેલા લોકો ખાસ કરીને બિઝનેસ વર્લ્ડમાં રાજ કરે છે. તેઓ જે બિઝનેસ શરૂ કરે છે તેને સફળ બનાવી લે છે. આવો જાણીએ કે તેઓ કેવી રીતે રૂપિયાને સારી રીતે મેનેજ કરે છે.

જોખમ ઉઠાવનારા
નાની ઉંમરમાં વાણિયાઓ જોખમ ઉઠાવવાનું શરૂ કરી દે છે. અલાહાબાદમાં જન્મેલા મનમોહન અગ્રવાલે પોતાનો બિઝનેસ માત્ર 15 વર્ષની ઉંમરમાં શરૂ કર્યો. તેમણે એક જગ્યાએ કહ્યું કે મારા પિતાએ મારી અંદર સખત નિર્ણયો લેવાની ક્ષમતા, જોખમ ઉઠાવવાનું સાહસ અને કોઇપણ વસ્તુ કરવામાં પોતાનું 100 ટકા યોગદાન આપવાની આદત નાંખી. 8 વર્ષ સુધી નાનો બિઝનેસ કર્યા પછી તેમણે એક ઓનલાઇન કંપની ઉભી કરી જેને આજે યેભી.કોમના નામે ઓળખવામાં આવે છે.

કરન્ટ એકાઉન્ટને ચોખ્ખું રાખવું
વાણિયા શબ્દ સંસ્કૃતના વણજિયા પરથી આવ્યો છે. જેનો અર્થ કોમર્સ થાય છે. વાણિયા કોમ્યુનિટીના લોકો પોતાની એકાઉન્ટ બુક્સને દરરોજ અપડેટ કરે છે. આ પુસ્તકોને તે ચોપડી કહે છે અને વાણિયા કોમ્યુનિટીના લોકો પારંપારિક રીતે નવી એકાઉન્ટ બુકને ખોલવાની સાથે પોતાના નવા વર્ષની શરૂઆત દિવાળીથી કરે છે.

રૂપિયા કમાવવાની તક નથી છોડતા
બિઝનેસ કરનારા લોકો ક્યારેય નાણાં કમાવવાની તક છોડતા નથી. તેઓ પોતાને 24 કલાક અને સાત દિવસ બિઝનેસની સાથે જોડીને રાખે છે. તેમને નફો કરનારા બિઝનેસની સમજ છે અને તે પોતાનું ફોકસ બિઝનેસ પરથી નથી હટાવતા.

લીડરશિપ સ્કીલ
વાણિયા કોમ્યુનિટીના લોકોમાં લીડરશિપ સ્કીલ પણ ઘણી સારી છે. તેઓ બિઝનેસ ઉપરાંત બીજા ક્ષેત્રોમાં પણ પોતાની આ ક્વોલિટીને દર્શાવે છે. જેના બે ઉદાહરણ આપણી સામે છે, એક નરેન્દ્ર મોદી અને બીજા અરવિંદ કેજરીવાલ. બન્ને પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતની વેપારી કોમ્યુનિટીમાંથી આવે છે.

ભારતના અબજોપતિઓમાં વાણિયાઓનું વર્ચસ્વ

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણીની નેટવર્થ 21.5 અબજ ડોલર છે. ત્યાર બાદ લક્ષ્મી મિત્તલનું નામ આવે છે. જેમની નેટવર્થ 31.1 અબજ ડોલર છે. આ ઉપરાંત, અનિલ અંબાણી, શશિ રૂઇયા, ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, સુનિલ મિત્તલનું નામ આવે છે. આ સમાજના લોકોના ખાસ બિઝનેસ સીક્રેટ હોય છે જેના કારણે આજે તેઓ આખી દુનિયામાં પોતાનો બિઝનેસ ફેલાવી રહ્યા છે.

Comments