Link Aadhar with PAN.

Link your AADHAR detail with PAN.


PANથી આધારને લિન્ક કરવું સરળ, IT ડિપાર્ટમેન્ટે લોન્ચ કરી નવી ઈ-ફેસેલિટી
ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે પાનની સાથે આધારને લિન્ક કરવા માટે નવી ફેસિલિટી લોન્ચ કરી છે. આઈટી રિટર્ન ફાઈલ કરવા માટે આ પ્રોસેસની જરૂરી કરી દેવામાં આવી છે. ડિપાર્ટમેન્ટે ઈ-ફાઈલિંગ વેબસાઈટના હોમ પેજ પર આ માટે નવી લિન્ક https://incometaxindiaefiling.gov.in આપી છે. આ લિન્કથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી લિન્કીંગ કરી શકશે. આઈટી ડિપાર્ટમેન્ટે ટેકસપેયર અને ઈન્ડિવિઝયુઅલ માટે બહાર પાડેલી એડવાઈઝરીમાં આ અંગેની જાણકારી આપી છે.

તેના માટે સૌથી પહેલા ઈ-ફાઈલિંગ વેબસાઈટના હોમપેજ પર આપવામાં આવેલી લિન્કને ક્લિક કરવાની રહેશે. નવું પેજ ખુલ્યા બાદ તેમાં આધાર નંબર અને પાન નંબરની સાથે આધાર કાર્ડ ના હિસાબથી પોતાના નામની ડિટેલ આપવાની રહેશે. બાદમાં યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આ ડિટેલનું વેરીફીકેશન કરવામાં આવશે. બધુ મળતું હશે તો આધાર અને પાન કાર્ડનું લિન્કીંગ કન્ફોર્મ કરવામાં આવશે.
આધાર કાર્ડમાં લખવામાં આવેલા નામમાં કોઈ પણ પ્રકારની ભુલ માટે આધાર ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) જરૂરી હશે. ઓટીપી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે લિન્ક કરવા માટે પાન અને આધાર પર ડેટ ઓફ બર્થ અને જેન્ડર એક જ હોવી જોઈએ. એડવાઈઝરીના જણાવ્યા અનુસાર, આધારને પાનથી લીન્ક કરવા માટે હવે આઈટી ડિપાર્ટમેન્ટની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર રજિસ્ટર્ડ કરવા કે લોગઈન કરવાની જરૂરિયાત રહેશે નહિ. આ ફેસિલિટીનો ઉપયોગ દરેક વ્યક્તિ તેના આધારને પાન સાથે લિન્ક કરવા માટે કરી શકે છે.

આઈટીઆર માટે સરકારે આધારને કર્યું અનિવાર્ય
ફાઈનાન્સ એકટ 2017 અંતર્ગત સરકારે ઈન્કમ ટેકસ રિટર્ન ( આઈટીઆર ) ફાઈલ કરવા માટે ટેકસપેયરના આધાર કે આધાર એપ્લિકેશન ફોર્મનું એનરોલમેન્ટ આઈડી આપવું અનિવાર્ય કર્યું છે. 1 જુલાઈ 2017થી પરમનન્ટ એકાઉન્ટ નંબર (પાન) કાર્ડ બનાવવા માટે આધાર નંબર આપવાનું ફરજિયાત થશે. આઈટી ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીમાં પાન ડેટાબેસમાંથી 1.18 કરોડથી વધુ આધારને લિન્ક કરી દીધા છે. યુઆઈડીએઆઈ દ્વારા ભારતના નાગરિકોને આધાર ઈસ્યુ કરવામાં આવે છે. પાન 10 ડિજિટ અલ્ફન્યુમેરિક નંબર છે, જેને આઈટી ડિપાર્ટમેન્ટ કોઈ વ્યક્તિ, ફર્મ કે કંપનીને લેમિનેટેડ કાર્ડના સ્વરૂપમાં ઈસ્યુ કરે છે.



Comments